મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
Breaking news
Morbi Today

સ્પાની આડમાં કૂટણખાનું !: મોરબી નજીક ઓરલા સ્પામાંથી કોંડમ સહિતના મુદામાલ સાથે ત્રણની ધરપકડ


SHARE











સ્પાની આડમાં કૂટણખાનું !: મોરબી નજીક ઓરલા સ્પામાંથી કોંડમ સહિતના મુદામાલ સાથે ત્રણની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર તરફ જવાના રસ્તામાં આવતા સીરામીક પ્લાઝા-૨ માં પહેલા માળ ઉપર આવેલ ઓરલા સ્પામાં દેહવ્યાપારનો ધંધો કરવામાં આવતો હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૫૦૦ રૂપિયા રોકડા, એક મોબાઇલ ફોન, ૧૦ કોન્ડમ તથા અન્ય મુદ્દામાલ મળીને ૯૫૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે સ્પાના માલિક, સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે

મોરબીના ધારાસભ્ય દ્વારા થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો જેમાં તેને કહ્યું હતું કે, મોરબીની આસપાસના વિસ્તારમાં ૯૦ જેટલા સ્પા આવેલા છે જેમાંથી મોટા ભાગનામા દેહવ્યાપારના ધંધા એટલે કે કૂટણખાના ચાલે છે દરમિયાન અગાઉ પોલીસે એક સ્પામાં રેડ કરી હતી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક પ્લાઝા-૨ માં પ્રથમ માળ ઉપરના ઓરલા સ્પામાં બહારથી મહિલાઓને બોલાવીને સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરવામાં આવતો હોવાથી હકીકત મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી દરમ્યાન ત્યાંથી ૪૫૦૦ રૂપિયા રોકડા, ૫૦૦૦ રૂપિયાની કિંમત મોબાઈલ ફોન અને ૧૦ કોન્ડમ અને અન્ય મુદ્દામાલ મળીને ૯૫૦૦ ના મુદ્દામાલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને સ્પાના કર્મચારી જાનીસાર ફકીરભાઈ મીર જાતે મુસ્લિમ (૨૧) રહે મૂળ વક્તાપુર તાલુકો હિંમતનગર સ્પાના માલિક જાહિદશા હુસેનશા શાહમદાર (૩૮) રહે. તરઘરી તાલુકો માળીયા અને સ્પાના સંચાલક ઇરફાનભાઇ બસીરભાઈ સિંધી જાતે મુસ્લિમ (૨૫) રહે, હાલા સિરામિક સિટી મોરબી મૂળ રહે. પાનપુર પાટિયા હિંમતનગર વાળાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ. વાઘેલા અને તેની ટીમે ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદમાં રહેતા ઉમેદસંગ જાડેજા (૩૬)  નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે પ્રથમ હળવદની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવશે






Latest News