ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને બનેલ કારોબારીનું વિસર્જન !: ઘીના ઠામમાં ઘી પડી ગયું
વધતાં હાર્ટ એટેકના બનાવને ધ્યાને રાખીને મોરબીમાં ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની માંગ
SHARE
વધતાં હાર્ટ એટેકના બનાવને ધ્યાને રાખીને મોરબીમાં ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની માંગ
હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરબાના ઘણા આયોજન કરવામાં આવ્યા છે ત્યારે યુવક યુવતીઓ સહિતનાઓની સલામતી માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવે તેવી મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે ત્યારે હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને મેડિકલ સારવાર તાત્કાલિક મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને ગરબે ઘુમતા ખેલૈયા ઉપર આફત આવે તો તે સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા આયોજકો તરફથી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી છે