મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ

ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ ચિત્રો બનાવ્યા હતા જેમાં પ્રથમ નંબરે પચાયા સુમિતા, દ્રિતીય નંબરે અજમાત્રા રેહાના તથા તૃતીય નંબરે પચાયા સંત્રી વિજેતા બનેલ હતા તેને ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હિતેષભાઈ કે. પટેલ દ્વારા  વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. અમિતા સનારિયા, ડો.કેયૂર જાની, સી.એચ.ઑ. અર્ચના ભાડજા, જયદીપ ભટ્ટ, તનજીરાબાનું માથકીયા, મંતેશાબાનું હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નમેરા દિવ્યેશભાઈ અને તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News