મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પકડાયો: બેની શોધખોળ 


SHARE









મોરબીના લાલપર ગામે ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પકડાયો: બેની શોધખોળ 

મોરબી તાલુકાના લાલપર ગામે મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સ રાખીને વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીની ટીમને હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ઘરમાંથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ૧,૯૪,૦૦૦ નું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળીને ૨.૮૦ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખસોના નામ સામે આવ્યા છે જેથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગરને બાતમી મળેલ હતી કે, હકીમ રોડાજી આકી જાતે અજમેરી રહે. મૂળ રાજસ્થાન હાલ લાલપર નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગમાં બીજો માળ વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં માદક પદાર્થ પાવડર રાખીને ગ્રાહકોને વેચાણ કરે છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ જેની કિંમત ૧,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હકીમ રોડાજી આકી જાતે અજમેરી (પર) રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-ર મસ્જીદની પાસે તાલુકો પ્રતાપગઢ (રાજસ્થાન) વાળની ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસે આ શખ્સની પાસેથી ૧,૯૪,૦૦૦ ની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપીયા ૮૫,૦૦૦, એક મોબાઇલ ફોન, એક વજન કાંટો આમ કુલ મળીને ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને તેની પાસેથી દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે.ગાદોલા તાલુકો પ્રતાપગઢ રાજસ્થાન અને જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે ત્રણેય શખ્સની સામે એન.ડી.પી.એસ એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બે આરોપી પકડવાના છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ એમ.એસ. અંસારી તથા કે.આર. કેસરીયા તેમજ રણજીતભાઇ બાવડા, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શૈખાભાઇ મોરી, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લાવડીયાએ કરી હતી 




Latest News