મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથે ચા ની દુકાને બેઠેલા યુવાન ઉપર છરી વડે હુમલો, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE









મોરબીમાં મિત્ર સાથે ચા ની દુકાને બેઠેલા યુવાન ઉપર છરી વડે હુમલો, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારનો રહેવાસી યુવાન તેના રહેણાંક વિસ્તાર પાસે આવેલ શિવમ હોસ્પિટલ પાસે ચા ની દુકાને તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે ત્યાં સામેવાળો ઇસમ તેની સાથે મશ્કરી કરતો હોય અને ગાળો બોલતો હોય તેને ગાળો આપવાની ના પાડી હતી જેથી જાહેરમાં અપમાનીત કરીને યુવાનના જમણા ખભાના ભાગે છરી વડે ઘા મારવામાં આવ્યો હતો.જેથી યુવાનને હાલ રાજકોટ ખસેડાયો હોય રાજકોટ ખાતેથી તેણે હુમલાખોર વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રતિલાલ ઉર્ફે અતુલ નાનજીભાઈ સોલંકી નામના ૪૦વર્ષના યુવાન ઉપર તા.૪-૧૦ ના રોજ રાત્રિના દસેક વાગ્યે છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જેથી બનાવને પગલે પોલીસે રાજકોટ ખાતે પહોંચીને ભોગ બનેલા રતિલાલ સોલંકીની ફરિયાદ લીધી હતી.જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે તેના મિત્ર સાથે શિવમ હોસ્પિટલ પાસે આવેલ ચા ની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં સામેવાળા રવિ છગનદાસ નિમાવત રહે.મોરબી વાળાએ તેની મશ્કરી કરી હતી.જેથી મશ્કરી કરવાની ના પાડતા રવિ નિમાવતે ગાળો આપીને તેને જાહેરમાં જાતિપ્રત્યે અપમાનીત કર્યો હતો અને જમણા ખભાના ભાગે પીઠમાં છરીનો ઘા જીંકી દીધો હતો.જેથી હાલ બી ડિવિઝન પોલીસે રતિલાલ સોલંકીની ફરિયાદ નોંધીને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ રવિ નિમાવત સામે ગુનો નોંધેલ છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ઝાલા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બાળકીને ઈજા

મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ ગાંધીચોક વિસ્તારમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર ક્રિષ્નાબેન રામભાઈ મુંજારીયા (ઉમર ૪) રહે.રવાપર ગામ બહુચર માતાના મંદિર પાસે વાળીને ઇજાઓ થતા તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે માધાપરા શાક માર્કેટ પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા મોરબીના ઇન્દીરાનગર (મહેન્દ્રનગર) પાસે રહેતા બાવજીભાઈ માનસિંગભાઈ નામના ૫૬ વર્ષના વૃદ્ધને ઇજા પહોંચતા ખાનગી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના સબજેલ ચોક વિસ્તારના સામેના ભાગે મકાન ધરાવતા ધનજીભાઈ મંગાભાઈ લઢેર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ અગમ્ય કરણોસર એસિડના બે ઢાંકણા પી ગયા હતા.જેથી તેઓને મોરબીની ખાનગી જે.આર.હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી હાલ તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્રારા જણાવવા આવેલ છે અને આ કેસની આગળની તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News