મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા પાસે કાર ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત, એકનું મોત: ત્રણને ઈજા


SHARE









વાંકાનેરના કેરાળા પાસે કાર ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત, એકનું મોત: ત્રણને ઈજા

વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કારમાં બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પર આજે રાત્રિના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતી વોલ્ક્સવેગન પોલો કાર નં. જીજે ૨૧ એક્યૂ ૬૮૪૫ કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રક નં‌. જીજે ૩૬ ટી ૭૯૫૨ પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હતો જેમાં સમીરભાઈ અનવરભાઈ સરવદી રહે. ટંકારા વાળાનું મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલા શાહરૂખભાઈ સરવદી, અમીનભાઈ તથા એહમદભાઈ નામના ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાવડી ગામે રહેતા ફાલ્ગુનીબેન કરણપરી ગોસ્વામી નામની ૨૨ વર્ષીય મહિલાને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાનાભાઈ દાબેલી વાળાની દુકાન નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલરના હપ્તા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો જે મારામારીના બનાવમાં ફાલ્ગુનીબેનને ઇજા પહોંચી હતી.

બાળક સારવારમાં
મોરબી નજીકના શકત શનાળા ગામે આવેલ મેટોલાઈઝ નામના કારખાના પાસે રહેતા નૈતિક રાજુભાઈ નેપાળી નામના સાત વર્ષના બાળકને ઉમા કોલોની વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જે અંગે નોંધ થતા ઇન્વે.અધિકારી એચ.એમ.ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ધરમપુર ગામે રહેતા મહાવીર શૈલેષભાઈ નામના પાંચ વર્ષના બાળકને સાપ કરડી જતા સારવાર માટે તેને સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસમાં જાણ થતા બીટ જમાદાર મનીષભાઈ બારૈયાએ આ બાબતે તપાસ હાથ ધરી હતી.

ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબીના ગોલ્ડન માર્કેટ નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અલ્પાબેન રવિભાઈ ભાડજા નામની ૩૦ વર્ષીય મહિલા તેઓના ઘરે કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓનો લગ્ન ગાળો છ વર્ષનો હોય અને સંતાનમાં એક બાળકો હોવાની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News