ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !


SHARE







મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ પાસે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બાદ ગામના સરપંચ સહિતના સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને જો નવરાત્રીના આયોજન ઉપર રોક લાગશે તો લડત શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ નવરાત્રીના આયોજન માટે હાલમાં સોસાયટીના લોકો સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીમાં રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપ અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા   સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે  જેની સામે વિરોધ વ્યક્ત કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ુદી ુદી સોસાયટીઓના લોકો તેમજ ૨૫ ેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલાબાળકોવૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી કહીને નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી દરમ્યાન ગામના સરપંચ નિતિનભાઈ પટેલ તેમજ શક્તિ ટાઉનશિપમાં રહેતા બીજા લોકોની સહી સાથે બીજું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ આપેલા આવેદનપત્રમાં ઘણા સ્થાનિકોની સહમતિ નથી. અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે જ કેમ વાંધો લેવામાં આવેલ છે તેવો સવાલ પણ કરવામાં આવેલ છે અને જો રાજકીય રાગદ્વેસથી નવરાત્રીના આયોજન ઉપર રોક લગાવવામાં આવશે. તો હિન્દુ સંગઠનોને સાથે રાખીને કાયદાકીય લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે જેથી નવરાત્રીના આયોજનને લઈને હાલમાં સોસાયટીના લોકો જ સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News