મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વરમોરા ગૃપ દ્વારા મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટના કાર્યક્રમમાં કરાયો ૧૦૦૦ કરોડનો એમઓયુ


SHARE









મોરબીના વરમોરા ગૃપ દ્વારા મંત્રીની હાજરીમાં વાઇબ્રન્ટના કાર્યક્રમમાં કરાયો ૧૦૦૦ કરોડનો એમઓયુ

‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આવા એમ.ઓ.યુ. થકી મોરબીનો ઔદ્યોગિક ક્ષેત્ર વધુ ઊંચાઈઓ સર કરશે અને મોરબીના વિકાસને વધુ ગતિ મળશે.

વરમોરા ગૃપના ચેરમેન ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના ૫૦૦ કરોડના બે પ્લાન્ટ અંડર કન્ટ્રક્શન છે. આગામી સમયમાં બીજા ૫૦૦ કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.

હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના ૯૦ ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઔદ્યોગિક શહેર એવા મોરબીમાં ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. થયા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો ૧૦૦૦૦ ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે પધારેલા મંત્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા સિરામિક યુનિટની મુલાકાત લઈને એમ.ઓ.યુ. બદલ વરમોરા ગૃપને ગુજરાત સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.




Latest News