મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે નેકસસ સિનેમા તેમજ શેર એ પંજાબ હોટલ વચ્ચેથી બાઇકમાં જતા વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પત્નીનું મોત, પતિ સારવારમાં


SHARE









મોરબીના માળિયા હાઇવે નેકસસ સિનેમા તેમજ શેર એ પંજાબ હોટલ વચ્ચેથી બાઇકમાં જતા વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પત્નીનું મોત, પતિ સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર ઓવરબ્રિજ પાસે આવેલા નેક્સસ સિનેમા અને હોટલ શેર એ પંજાબ નજીક ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જઈ રહેલ જૈન દંપતીના બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં વૃદ્ધ મહિલાનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજેલ છે.જ્યારે તેઓના પતિને હાલ સારવારમાં ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ નેક્સસ સિનેમા અને હોટેલ શેર એ પંજાબ વચ્ચેના ભાગે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં સર્જાયેલ ઉપરોક્ત અકસ્માત બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ હીરાચંદભાઈ વૈધ જાતે મોઢવાણીયા (ઉમર ૬૨) તેમજ તેમના પત્ની પારૂલબેન પ્રદીપભાઈ વૈધ (ઉમર ૬૦) બંનેને ઇજાઓ થતા બંનેને પ્રથમ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને બાદમાં બંનેને આયુષ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પારૂલબેનનું મોત નિપજત્તા પારૂલબેન પ્રદીપભાઈ વૈધ નામના ૬૦ વર્ષીય વૃદ્ધાના ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જ્યારે તેમના પતિ પ્રદીપભાઈ વૈધને હાલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.

વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇજા પામેલા પ્રદીપભાઇ વૈધ સિનેમામાં ચાલતા પ્રોજેક્ટરનું કામકાજ કરે છે અને ગઈકાલના સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેમના પત્ની પારૂલબેનને સીટી વિસ્તારમાંથી બેસાડીને તેઓ ચિત્રકૂટ ટોકીઝ બાજુથી નીકળ્યા હતા અને કંડલા બાયપાસ ઉપર આવેલ નેકસસ સિનેમા નજીક કામ સબબ પહોંચ્યા હતા.દરમિયાનમાં તેમના ટુ-વ્હીલર વાહનને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માત બનાવમાં પારૂલબેન વૈધનું મોત નીપજ્યું હતું જ્યારે તેમના પતિ પ્રદીપભાઇ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.હાલ ઉપરોક્ત અકસ્માત બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ વી.એલ.વાઘેલા તથા રાઇટર દશુભા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આધેડ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભવાની સોડા વાળી શેરીમાં કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને એસટીમાં નોકરી કરતા નુરૂલભાઈ અમીનભાઈ કાદરી નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે નુરૂલભાઈ કાદરી તા.૮ ને શનિવારે બાઈક લઈને માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામના પાટીયા પાસેથી જતા હતા. ત્યારે તેમના બાઈક સાથે કૂતરૂ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેઓને ઇજાઓ પહોંચી હતી.


વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ છોટાલાલ ખોખાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે બાઈક સાથે બાઈક અથડામણ થવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યાત્રીબેન જમનાદાસભાઈ હીરાણી (ઉમર ૭૩) નામના મહીલા એકટીવામાં બેસીને જતા હતા ત્યારે વાવડી રોડે એકટીવામાંથી પડી જતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઈ જવા આવ્યા હતા.




Latest News