મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા ખારચીયામાં દારૂની ૬૩૮ બોટલ-લાલપર પાસે કારખાનામાંથી ગાંજો પકડાયો


SHARE









મોરબીના નવા ખારચીયામાં દારૂની ૬૩૮ બોટલ-લાલપર પાસે કારખાનામાંથી ગાંજો પકડાયો

મોરબીના નવા ખારચીયા ગામે ઘરમાંથી દારૂની નાની ૬૩૮ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે આવી જ રીતે લાલપર ગામ નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રેડ કરી હતી ત્યારે ૧૫૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રામજી મંદિર પાસે રહેતા યોગેશ જીવરાજભાઈ ફેફના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાં તાલપત્રી નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની ૬૩૮ બોટલ કબ્જે કરી હતી અને તેની પાસેથી રૂપિયા ૯૩,૩૬૦ નો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

તો મોરબી તાલુકા પોલીસની ટીમે લાલપર ગામ નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક ફેકટરીના લેબર ક્વાટર્સમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી કુલદીપ કેસરબક્ષ વર્મા (૨૪) પાસેથી ૧૫૪ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫૪૦ ની કિંમતના ગાંજો તેમજ રૂપિયા ૭૦૦૦ ના મોબાઈલ સહિત ૮૫૪૦ નો મુદામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News