મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે નજીવી વાતે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં


SHARE







મોરબીના રવાપર ગામે નજીવી વાતે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં

મોરબી નજીકના રવાપર ગામે સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દંપત્તિને ઈજા થયેલી હોય સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલ હરી ટાવરમાં રહેતા હરેશભાઈ હંસરાજભાઈ કકાસણીયા (ઉમર ૪૩) અને મીનાબેન હરેશભાઈ કકાસણીયા (ઉમર ૪૦) ને તેઓના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે ચબૂતરામાં ચણ નાખવાની નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જે બાબતે આગળની તપાસ ચાલુ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતી પાર્ક વિસ્તારમાં રહેતી મહિલા કોઈ અગમ્ય કારણોસર દવા પી જતા તેણીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભગવતી પાર્ક વાવડી રોડ ખાતે રહેતા રૂકસાનાબેન હિરેનભાઈ આચાર્ય નામની ૩૩ વર્ષની મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

મહિલા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારાના નેસડા ગામે રહેતા ગીતાબેન કરશનભાઈ ચાવડા નામની ૪૦ વર્ષીય મહિલા કોઈ કારણોસર વધુ પડતી ઊંઘની ટિકડીઓ ખાઈ ગયા હતા.જેથી તેઓને અસર થતા સારવારમાં અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બાબતે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરેલ છે.તેમજ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા શ્રદ્ધાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી નામની ૩૨ વર્ષીય મહિલા એ કોઈ અસર કારણોસર ફીનાઇલ પી લેતા તેણીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની હોસ્પિટલ તરફથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા પ્રાથમિક તપાસ માટે પહોંચ્યા હતા અને પતિ-પત્ની વચ્ચે ઝઘડાની બાબત હોય આ બાબતે વધુ તપાસ માટે પ્રાથમિક તપાસના કાગળ મહિલા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.






Latest News