મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં રસ્તા ઉપર ચાલુ બાઇકે યુવક સાથે ચેનચાળા કરનાર યુવતીની પણ ધરપકડ


SHARE







મોરબીમાં જાહેરમાં રસ્તા ઉપર ચાલુ બાઇકે યુવક સાથે ચેનચાળા કરનાર યુવતીની પણ ધરપકડ

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ચાલુ બાઇકે પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ તેમજ જાહેરમાં ચેનચાળા કરવામાં આવ્યા હતા જેનો વિડીયો સામે આવતા પોલીસે બાઇક નંબર આધારે પહેલા જોખમી સ્ટંટ કરનારા યુવકની ધરપકડ કરી હતી અને બાદમાં હવે તે યુવાનની સાથે રહેલ યુવતીને પણ પકડીને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇકમાં આગળ પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા અને તે જોખમી સ્ટંટનો વિડીયો પોલીસ સુધી પહોંચતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે બાઈક નંબર જીજે ૩૬ એએચ ૧૪૨૮ ના આધારે ચાલુ બાઇકે ફિલ્મી સ્ટંટ તેમજ જાહેરમાં અણછાજતુ વર્તન કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી રાજકોટ હાઇવે ઉપર સ્ત્રી મિત્ર સાથે બાઇક ઉપર સ્ટંટ કરનારા શખ્સ બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા જાતે સચવારા રહે.નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બાદમાં તે યુવકની પૂછપરછમાં તેની સાથે રહેલ યુવતીનું નામ સામે આવતા હાલ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જાહેરમાં યુવક સાથે ચાલુ બાઇકે અણછાજતુ વર્તન કરનાર અંજલીબેન વાલજીભાઈ વાણ જાતે પટેલ (ઉમર ૨૬) હાલ રહે.નવયુગ સ્કૂલ પાસે નકલંક સોસાયટી શેરી નંબર-૧ મોરબી મૂળ રહે.રવાપર ચોકડી પાસે સંસ્કાર સોસાયટી મોરબી ની આઇપીસી કલમ ૨૭૯, ૩૩૬, ૧૧૪, ૧૧૦, ૧૧૭ તેમજ મોટર વ્હીકલ એકટની કલમ હેઠળ ધરપકડ કરી હતી અને તે અંગે ધોરણની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

યુવક સારવારમાં

મોરબી તાલુકાના હજનારી ગામે રહેતા મેરૂભાઈ મનસુખભાઈ ધંધુકિયા નામનો ૧૭ વર્ષનો યુવાન સાયકલ લઈને હજનારીથી કેરાળી ગામ તરફ જતો હતો ત્યારે કેરાળી ગામ નજીક તેનો પગ સાયકલની ચેનમાં આવી જતા ઇજા પામતા તેને અત્રેની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ એસબીઆઇ બેન્ક નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર મોરબીના વાવડી ગામે રહેતા દિપક પ્રમોદસિંગ નામના ૩૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી જોકે પોલીસ તપાસ માટે પહોંચે તે પહેલા જ યુવાન રજા લીધા વિના જ હોસ્પિટલેથી છનનન થઈ ગયો હતો.!






Latest News