મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહાસંઘની રજૂઆતને ધ્યાને લઈને સાંસદે જૂની પેન્સન યોજના લાગુ કરવા સીએમને ભલામણ પત્ર લખ્યો


SHARE











મોરબી જિલ્લા મહાસંઘની રજૂઆતને ધ્યાને લઈને સાંસદે જૂની પેન્સન યોજના લાગુ કરવા સીએમને ભલામણ પત્ર લખ્યો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તા ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. જેથી શિક્ષક-કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવા અને અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા માટે પહેલા ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને હાલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત કરી હતી જેથી તેમણે હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભલામણ પત્ર લખેલ છે




Latest News