મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર સગી માસીની ધરપકડ


SHARE











ટંકારાના સજનપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર સગી માસીની ધરપકડ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા આધેડની સગીર વયની દીકરીનું તેની જ સાળી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં સગીરાને શોધીને તેના વાલીને સોપવામાં આવેલ છે અને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયા જાતે ભરવાડ (૫૨)એ તેની સાળી સોનુબેન ધરમશીભાઈ સાકરીયા જાતે દેવીપુજક રહે. સુરત અમરોલી વાળાની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી કે, તેની દીકરી હેતલ (૧૦ વર્ષ, ૧૧ મહિના)નું તેના સાળી સોનુબેન ધરમશીભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં સીપીઆઈ વી.પી. ગોલ અને તેની ટિમ દ્વારા આરોપી સોનુબેન ધરમસિંહભાઇ સોલંકી રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર વાળીની ધરપકડ કરવામાં આવેલ છે અને સગીરાને તેના વાલીને હવાલે કરવામાં આવેલ છે




Latest News