મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે યુવાનને મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા


SHARE













મોરબીના લાલપર ગામે યુવાનને મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગ ઉપર બોથડ પદાર્થના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી લાશને પીએમમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના રહેવાસી કનુભાઈ સુરમાભાઈ ખાંટ જાતે ઠાકોર (૫૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓનો કૌટુંબિક ભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ નાનાભાઈ ખાંટ જાતે ઠાકોર (૨૫) રહે. મુળ મસાદરા જીલ્લો અરવલ્લી વાળો મોરબીની બાજુમાં જુદા જુદા વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતો હતો અને કાગળ વીણવાનું કામ કરતો હતો દરમિયાન મોરબી તાલુકાના લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થના ઘા જીકીને તેની હત્યા કરવામાં આવેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટકે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા ચલાવી રહ્યા છે






Latest News