મોરબી એસપી કચેરી ઉપર વીજળી પડતાં નુકસાન: ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ
મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે થોડા દિવસો પહેલા સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે મારા મારી કરવામાં આવી હતી અને તેની સામસામે ફરિયાદો નોંધવામાં આવેલી હતી આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં મહિલા સહિત વધુ બે આરોપીને પકડ્યા છે
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) એ વિનોદ નાનજી ચાવડા, ચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા રહે. તમામ મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારો કરી ઇજા કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં મહિલા આરોપી રમીલાબેન નાનજી ચાવડા રહે. મહેન્દ્રનગર વાળીની ધરપકડ કરેલ છે
જ્યારે સામાપક્ષેથી રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) એ નવીન મીઠા મકવાણા, સવિતાબેન મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી નવીન મીઠા મકવાણાની ધરપકડ કરેલ છે