મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ, કાંતિપુર અને તરઘરી ગામે સફાઈ ઝુંબેશ


SHARE











મોરબી જીલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ, કાંતિપુર અને તરઘરી ગામે સફાઈ ઝુંબેશ

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જિલ્લામાં વિવિધ ગામડાઓમાં નદી, તળાવ તેમજ ધાર્મિક સ્થળોની આસપાસમાં સ્વચ્છતા માટે અભિયાન કરવામાં આવી રહ્યું છે

સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા એજ સેવા અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના નદી તળાવ તેમજ દરિયા કિનારા સ્વચ્છ અને રળિયામણા બને ત્યાંનો વિસ્તાર સુંદર બને તેમજ પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બને તેવા હેતુથી નદી-તળાવ વગેરેની આસપાસ તેમજ કાંઠાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે હાલ મોરબી જિલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ, રણજીતગઢ સહિતના ગામડાઓમાં નદી તેમજ તળાવના કાંઠાના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરી હતી અને આ વિસ્તારને રળિયામણા બનાવવામાં આવ્યા છે. તેમજ મોરબી તાલુકાના કાંતિપુર ગામે ગ્રામ પંચાયત પરિસર તેમજ આસ-પાસના વિસ્તારની સાફ સફાઈ કરી વિસ્તાર સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. તો માળીયા તાલુકાના તરઘરી ગામે ધાર્મિક સ્થળોની આસપાસમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.
 




Latest News