મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો-કંપનીને આરોપી બનાવવાની અરજીની વધુ સુનાવણી પહેલી નવેમ્બરે


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો-કંપનીને આરોપી બનાવવાની અરજીની વધુ સુનાવણી પહેલી નવેમ્બરે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે જે અરજીની વધુ સુનાવણી આગામી તા ૧ નવેમ્બરના રોજ રાખવામા આવેલ છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું હતું જેથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કેમોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ફર્ધર તપાસનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબે ફર્ધર તપાસ કઈ બાબતની કરવાની છે ?, શું તપાસ કરવાની જરૂર છે ? તેવા સવાલ કર્યા હતા જેથી વિકટીમ એસો.ના વકીલ દ્વારા તમામ સ્પષ્ટતા સાથે આગામી સુનાવણી સમયે સુધારા અરજી આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને જેથી કરીને કોર્ટે આગામી વધુ સુનાવણી તા ૧/૧૧ ના રોજ રાખેલ છે






Latest News