મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના પછી માત્ર કંપની સામે જ રજૂઆત-ફરિયાદ કેમ ?: ટ્રેજેડી વિક્ટીમ એશો.ની લડતા સામે સવાલ


SHARE







મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના પછી માત્ર કંપની સામે જ રજૂઆત-ફરિયાદ કેમ ?: ટ્રેજેડી વિક્ટીમ એશો.ની લડતા સામે સવાલ

તાજેતરમાં સીટનો ફાઇનલ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે ત્યારથી માત્રને માત્ર અજંતા કંપનીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા હેહિંગ બ્રીજ ટ્રેજેડી વિક્ટીમ એશોસીયેશન સામે કેટલાક સવાલો ઊભા કરવામાં આવેલ છે અને તંત્ર કે પછી સરકારી અધિકારી કે પદાધિકારી સામે આંખ આડા કાન કરીને કંપનીના નામ જોગ જે રજૂઆતો કરવામાં આવી રહી છે તેની બદલે ખરેખર તો અસલી ગુનેગાર નક્કી કરી તેને સજા કરો તેવી રજૂઆત કે માંગણી હોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, મોરબી જુલતા પુલ કેશમાં એક હેહિંગ બ્રીજ ટ્રેજેડી વિક્ટીમ એશોસીયેશન-મોરબીની રચના કરવામાં આવેલ છે જેના રજીસ્ટ્રેસન માટે અરજી તા. ૧૦/૦૪/૨૩ નાં રોજ કરવામાં આવેલ હોવાનું જણાય છે. જેમાં કારોબારીમાં ૧૦ સભ્યો સામેલ કરેલ છે. આના મેમોરેન્ડમમાં સંસ્થાનાં ઉદેશનો કોઈ ઉલ્લેખ નથી એટલે આ એશો. કોઈ ખાનગી ઉદેશ માટે જ બન્યું હોય તેવું જણાઈ છે. અને તે કયો હોઈ સકે છે.? બીજું કે આ એશોસીએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાનાં પ્રમુખ વાઘેલા મનુભાઈ રામજીભાઈને તમામ કોર્ટ કાર્યવાહી કરવાની સતા આપવમાં આવેલ હોવાનું જણાય છે. પરંતુ એક પીટીશન જે દાખલ કરવા માટેની અરજી કરવામાં આવેલ છે. તે અન્ય એટલે કે નરેન્દ્રભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે. તો ખરેખર સત્ય શું છે શું ? આ લોકો મડિયા તેમજ અન્ય લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ?, શું આ લોકોનાં ઉદેશ કોઈને બ્લેક્મૈલ અને પરેશાન કરવા માટે નો છે ? આ બાબતે લોકોને પ્રશ્નો જરૂરથી થઇ રહ્યા છે.

વધુમાં જણાવ્યુ છે કે, કોર્ટ દ્વારા હજુ કોણ ખરા ગુનેગાર છે તે બાબતે કોઈ જજમેંટ આપવામાં આવેલ ન હોવા છતાં ફક્ત અને ફક્ત અજંતા કંપની સામે જ શા માટે? અરજી કરી રહ્યા છે ? તે પણ શંકા કરવાને કારણ  છે. વિકટીમોને ન્યાય મળે તે માટે કામ કરવું સારી બાબતે છે અને વિકટીમોને ન્યાય મળવો જ જોઈએ પરંતુ અજંતા કપની અને તેના ડાયરેક્ટર સામે જ રજુઆતો કરવી તે કેટલે અંશે યોગ્ય છે શું? અન્ય કોઈ જવાબદાર નથી?  અન્ય કોઈ ગુનેગાર ન હોઈ શકે? ખરેખર તો રજૂઆત અસલી ગુનેગાર નક્કી કરી તેને સજા કરો તેવી માંગણી હોવી જોઈએ નહિ કે કોઈનાં નામ જોગ. તાજેતરમાં સીટનાં રીપોર્ટમાં પણ નગરપાલિકાનાં ચીફ ઓફિસર તેમજ પદાધિકારીઓ સામે પ્રશ્નાર્થ કરવામાં આવેલ છે. એટેલ કે તેઓને કોઈ ક્લીન ચીટ આપવામાં આવેલ નથી. જયારે આ વિકટીમ એશોસિયેશન ફક્ત અને ફક્ત અજંતા કપની અને તેના ડીરેકટરને જ જવાબદાર ગણવાનો અગ્રહ શા માટે? રાખે છે ? આ બાબતે તેઓનાં  ઈરાદા જરૂર શંકા પ્રેરે છે.

ભરતમાં મોટા ભાગના કેઈસમાં અનિર્ણિત હોય છે, વળતર તો સરકારનાં નિયમ મુજબ દરેકને મળતું હોય છે. અને આમાં પણ  વળતર મળેલ  છે. પરંતુ આ કેઈસમાં કોઈ એવી વ્યક્તિ કે જે ન્યાયિક વ્યવસાય સાથે જોડાયેલ હોય અને આ કેઈસને ઈરાદા પૂર્વક અવળે પાટે ચડાવવા પ્રયત્ન કરી રહી હોય અને કેઈસને લંબાવવા માટે આવું થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કોઈ પણ માંગણી જવાબદાર તંત્ર સામેની હોય પછી તંત્ર અને કોર્ટ નક્કી કરે કે શું ? કરવું પણ અહી તો માંગણી જ તંત્રને બદલે કંપની સામે કાર્યવાહી કરવાની થઇ રહી છે. એ કેટલું વ્યાજબી છે ? જ્યારે સરકાર દ્વારા ચીફ ઓફિસરને આ કેઈસમાં સસ્પેન્ડ કરેલ છે., નગરપાલિકાને સુપરસીડ કરેલ છે. તો તે શું? નિર્દોષ હતા છતાં આવા પગલા લેવામાં આવેલ છે ?. તો વિકટીમ અસોસીયેસન પોતાની પીટીસનમાં આ લોકોને શા માટે? સામેલ કરેલ નથી?. તેઓનો ઈરાદો શું? કરવાનો હશે?. મોરબીનાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટરો, વકીલો, એજ્યુકેશન સાથે જોડાયેલા લોકો, બિલ્ડર લોબી, તથા તમામ નાગરિકોએ જાગૃત થઈ આ બાબતે આગળ આવવા આહ્વાન કર્યું છે નહીતર ભવિષ્યમાં કોઈ લોકોની સેવા કરવા આગળ નહિ આવે તેવું પણ જણાવ્યુ છે






Latest News