મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભામાશા ઓ.આર. પટેલની ૧૧મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ: રક્તદાન માટે લોકો ઉમટ્યા


SHARE







મોરબીના ભામાશા ઓ.આર. પટેલની ૧૧મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ: રક્તદાન માટે લોકો ઉમટ્યા

મોરબી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણીની જ્યોતને જગમગાવનાર, ઉદ્યોગોની હારમાળા સર્જનાર, સામાજિક ક્રાંતિના પ્રણેતા, તમામ સમાજ માટે અનેક સેવાકીય પ્રકલ્પો આપનાર ઓધવજીબાપા એટલે ભામાશા, કર્ણધાર, પથ પ્રદર્શક કે જેને મોરબીમાં અજંતા, ઑરપેટ,  ઑરેવા ગ્રુપ દ્વારા મોરબીને વિશ્વફલક પર ઓળખ આપી, જેણે સ્ત્રી સશક્તિકરણમાં સમગ્ર ગુજરાતમાં મિશાલ કાયમ કરી છે અને સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સમાજની હજારો દીકરીઓને પ્રત્યક્ષ રોજગારી આપી છે અને કપરા કાળમાં અસંખ્ય દીકરીઓના કરીયાવર કર્યાં છે અને અનેક જગ્યાએ સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો  બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો છે 

જેમણે ચેકડેમો, કુવા રીચાર્જ, સમૂહલગ્નો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં કરોડો રૂપિયાનું અમૂલ્ય યોગદાન દરેક સમાજના ઉત્થાન માટે આપેલ છે. અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના નેજા હેઠળ ઓ.આર.પટેલે તમામ સમાજની હજારો દીકરીઓને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ પૂરું પાડ્યું છે તેમજ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે સતત ત્રણ વર્ષ સુધી ધો. ૩ થી ૭ ના બાળકો માટે મેગા કસોટીનો સાવ નવો પ્રકલ્પ આપેલો હતો જેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયેલ અને પાછળથી આ પ્રકલ્પને  ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તા સુધારણાના ભાગ રૂપે ગુણોત્સવના નામે અમલમાં મુકેલ છે તેમજ માનવમાત્રને ઉપયોગી એવી સદ્દભાવના હૉસ્પિટલ, અનાથાશ્રમ તેમજ  વિદ્યુત સ્મશાનગૃહ વગેરેમાં ઓ.આર. પટેલનું અદકેરું યોગદાન છે. આવા પાટીદાર રત્ન, પાટીદાર રાજશ્રી, પાટીદાર ભામાશા ઓ.આર.પટેલની ૧૧મી પૂણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કડવા પાટીદાર સમાજ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવેલ છે અને મોરબીમાં શકત શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં રક્તદાન કેમ્પ કરેલ છે જેમાં એક જ કલાકમાં ૧૦૧૦ લોકોએ રક્તદાન કર્યું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ચાલુ જ રાખવામા આવશે આ ઉપરાંત અન્ય તાલુકા અને જીલ્લામાં પણ રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે






Latest News