મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે


SHARE









મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે

મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં કુલ- ૩૩૮ માનદ સભ્યોની ખાલી રહેલ જગ્યાની ભરતી માટે કરવામાં આવશે જે માટે ધો. ૩ પાસ કે તેથી વધુ તેમજ  ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ખાલી જગ્યામાં માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૩, GRD મહિલા ૩૯, SRD ૨૧, હલવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૮, GRD મહિલા ૩૮, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૫, GRD મહિલા ૫૮, મોરબી તાલુકા GRD પુરૂષ ૩૦, GRD મહિલા ૩૮, SRD ૦૭,  ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૯, GRD મહિલા ૨૨ ની ભરતી કરવામાં આવશે. મોરબી તાલુકા,  વાંકાનેર તાલુકા, માળીયા(મીં),  ટંકારા,  હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર.ડી. શાખા,  રૂમ નં.૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, નવા સેવાસદનની બાજુમાં,  શોભેશ્વર રોડ,  મોરબી-૨,  ખાતેથી તા.૧૮ થી ૩૦ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે. તા.૩૧ ના સાંજના ૬:૧૦ કલાક સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે. આ ભરતી પ્રક્રીયાની વિગતવારની માહિતી "Morbi Police" ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂ મેળવવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના વી.ટી. વાઘેલાની યાદીમાં જણાવાયું છે.




Latest News