મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ જામીન મુક્ત થયેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા વકીલ મારફતે હાઇકોર્ટમા વચગાળાના જામીન માટે અરજી મુકેલ છે જેમાં આગામી ૨૭ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીઓ અત્યાર સુધીમાં હાઇકોર્ટમાંથી જામીન મુક્ત થયેલ છે અને હાલમાં બાકીના આરોપીઓ મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે હાઇકોર્ટમા વકીલ મારફતે અરજી કરેલ છે જેમાં આજે મુદાત પડી હોવાની માહિતી મળી રહી છે અને આ જામીન અરજી માટે આગામી તા ૨૭ મી ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળેલ છે 




Latest News