મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને ૨૦ વર્ષની સજા


SHARE









મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને ૨૦ વર્ષની સજા

મોરબીના સિરામિક કારખાનામાં રહેતી મહિલા સાથે પતિની જેમ રહેતા શખ્સે તે મહિલાની સાડા પાંચ વર્ષની દીકરીને કવાર્ટરમાં નગ્ન કરીને તે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે

મોરબીના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક કારખાનામાં સાડા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ હતો જેથી કરીને બાળકીની માતાએ તા. ૭/૧૦/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી મહિલા સાથે પતિની જેમ રહેતા શખ્સે તે મહિલાની આગલા ઘરની દીકરી કે જેની ઉમર સાડા પાંચ છે તેની સાથે લેબર કવાર્ટરમાં બાળકીને નગ્ન કરીને દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે આરોપી રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ નીરજ ડી. કારીઆએ ૧૩ મૌખિક અને ૩૭ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે અને દંડના ભરે તો વધુ ૬ માસની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનારને વિકટીમ કંપ્નેસેશન સ્કીમ હેઠળ ૪ લાખનું વળતર અને આરોપી દંડ ભરે તો દંડની રકમ સહીત ૪.૨૦ લાખ ચુકવવા હુકમ કરેલ છે 




Latest News