મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ ચોકમાં કાલથી દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ


SHARE









મોરબીના લખધીરવાસ ચોકમાં કાલથી દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ

મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દર વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે કાલે એટ્લે કે તા ૨૦ ઓક્ટોબરથી મોરબીના લખધીરવાસ ચોક ખાતે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ના રોજ વિજયા દશમી સુધી આ ધાર્મિક કાર્યક્ર્મ ચાલશે

દુર્ગા પૂજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે પાંચ દિવસ ચાલતા ઉત્સવમાં સ્થાપના, દેવી દુર્ગાનું બોધન, આહ્વાન નિવાસ, નવ પ્રતીક પ્રવેશ, સંપ્તમી મીહિત પૂજા, મહા અષ્ટમી કલ્પરંભ, મહા નવમી વિહિત પૂજા, દશમી વિહિત પૂજા, સરસ્વતી પૂજા, દુર્ગાષ્ટમી, હવન, પુષ્પાંજલિ, લક્ષ્મી પૂજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે અને વિજયા દશમીના દિવસે દુર્ગા પૂજાનું વિસર્જન કરવામાં આવશે ભારતની મહાન સંસ્કૃતિ અને બંગાળની પરંપરાના સમન્વય સમાન દુર્ગા પૂજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને એશ્વર્યના દેવી લક્ષ્મી, મહિસાસુર મર્દની માં દુર્ગાનું પૂજન, અર્ચન અને આરતી તેમજ સ્તુતિ કરવામાં આવે છે જે દુર્ગા પૂજા મહા ઉત્સવનો મોરબીની ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામભાઈ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, પ્રદીપભાઈ કુંડુ, તુષાર પ્રમાણિક, સંદીપ મોન્ડાલ, વાસુદેવ અધિકારી, ચંચલ બેરા, સંજય દોલાઈ, બબલુ જોહર, તુષાર ભુનીયા, શુભાશિષ મોન્ડાલ, આશિષ પાલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે




Latest News