મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના જબલપુર ગામે વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબી : ટંકારાના જબલપુર ગામે વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર ખાતે આવેલી શ્રી ઓમ વિધ્યાલયમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધો હતો.પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.સ્પર્ધામાં પ્રથમ નંબર ઉપર સિણોજીયા ક્રિષા, દ્રિતીય ક્રમે દુબરીયા વાણી તથા તૃતીય નંબર ચારોલા મેક્સએ મેળવ્યો હતો.વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.બાદમાં આર.બી.એસ.કે. ડો.વિશાલ તેરૈયા દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વિગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષ કે.પટેલ,  મ.પ.હે.સુ એમ.એસ.મોસત , મ.પ.હે.વ જયદીપ ગોહિલ પણ હાજર રહેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાજલ અઘારા તેમજ શાળા સંચાલક યોગેશભાઈ ઘેટિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News