મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

કાર્યકર્તાના હર્દય સમાન કાર્યાલયનું મોરબીમાં સી.આર.પાટિલના હસ્તે ખાતમુર્હત : ૧૩ કરોડના ખર્ચે ત્રણ માળનું બનશે કમલમ્ 


SHARE









કાર્યકર્તાના હર્દય સમાન કાર્યાલયનું મોરબીમાં સી.આર.પાટિલના હસ્તે ખાતમુર્હત : ૧૩ કરોડના ખર્ચે ત્રણ માળનું બનશે કમલમ્ 


મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આજે તા.૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આશરે ૧૮,૦૦૦ સ્ક્વેર ફૂટમાં રૂા.૧૩ કરોડની કિંમતે ત્રણ માળના નવા બનનારા કમલમ કાર્યાલયનું આજે મોરબી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.આ તકે પ્રાસંગિક પ્રવચનમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કાર્યાલયએ ભાજપના કાર્યકર્તાઓ માટે હૃદય સમાન હોય છે માટે ભવ્ય કાર્યાલય બને તેમજ દરેક કાર્યકરને એમ લાગે કે આ મારૂ કમલમ્ છે તે માટે સૌ કોઈ સહયોગ કરે તેવી તેઓએ ભાવના વ્યક્ત કરી હતી.

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં જીલ્લો બન્યાને નવમાં વર્ષે ભાજપનું કમલમ્ કાર્યાલય બનાવા.ઝઇ રહ્યુ છે જેનું આજે સી.આર.પાટીલે ખાતમુર્હત કર્યુ હતુ.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આજે તા.૧૯ ના રોજ જીલ્લા ભાજપના કમલમ્ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવાડિયા, મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઇ ચોધારી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જયુભા જાડેજા, દિલુભા જાડેજા, હીરાભાઈ રબારી, દેવાભાઈ અવાડિયા, નિર્મલભાઇ જારીયા, મગનભાઈ વડાવીયા, ચંદુભાઈ સિહોરા, હસુભાઈ પંડ્યા રીષીપભાઇ કૈલા, ભાવેશભાઇ કંઝારીયા, દશરથસિંહ (શક્તિ વંદના), પ્રકાશભાઈ ચબાડ, દીપકભાઈ પોપટ તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ અને વિનોદભાઇ ભાડજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવના મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.જિલ્લાના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ હતું કે, મોરબીમાં જિલ્લા ભાજપમાં કમલમ કાર્યાલયનું નિર્માણ ૧૮,૦૦૦ ફૂટ જગ્યામાં ત્રણ માળનું રૂા.૧૩ કરોડના ખર્ચે બનશે.જેમા અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમનું ભવ્ય બિલ્ડીંગ બનશે તેમાં કોન્ફરન્સ હૉલ સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવશે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજે ૫૦૦૦ થી વધુ કાર્યકરો ઉમટી પડયા હતા






Latest News