મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં પગપાળા જતા મહિલાને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા સાથે સારવારમાં ખસેડાયા


SHARE













મોરબીમાં પગપાળા જતા મહિલાને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા સાથે સારવારમાં ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મહિલા પગપાળા ચાલીને જતા હતા ત્યારે વાવડી રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે તેઓને હડફેટે લેતા માથાના ભાગમાં ઇજા થવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામ મઢુલી પાસે રહેતા કંચનબેન નરેશભાઈ નકુમ નામની ૩૨ વર્ષની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે કંચનબેન નકુમ પગપાળા ચાલીને વાવડી રોડ ઉપર આવેલ પટેલ વાડી નજીકથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓને રાત્રિના બે વાગ્યાના અરસામાં હડફેટે લીધા હતા જેથી માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં કંચનબેનને સારવાર માટે ખસેડાયા હતા અને તેઓ સારવાર હેઠળ છે.આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતું વાહન પકડાયુ

મોરબી ખાતે ભારે માત્રામાં ખનીજ પરિવહન થતું હોય છે અને દરમિયાનમાં પોલીસ, સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા પત્રકો ઉપર કામગીરી બતાવવા એકલદોકલ વાહનો પકડીને કામગીરી કરવામાં આવતી હોય છે. દરમિયાનમાં માઈન સુપરવાઇઝર જી.કે.ચંદારાણા તથા સ્ટાફ દ્વારા મોરબીના રંગપર ગામ પાસેથી નીકળેલા વાહન નંબર જીજે ૧૩ એએકસ ૨૦૩૧ ને અટકાવીને તેના ચાલક ચંદુ મનસુખ સાકરીયા રહે.ઢવાણા તા.હળવદની પાસે વાહનમાં ભરેલા ચાઇના ફાયર કલેના બાબતે ખાણ-ખનીજ ખાતાની પરવાનગી માંગવામાં આવી હતી જે તેની પાસે ન હોય હાલ દંડ વસૂલવા માટે વાહનને જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરાયું હતું.

મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે કોઈ અગમ્ય કારણોસર રંજનબેન ચેતનભાઇ ડાવેરા નામની ૩૨ વર્ષીય મહિલા ફિનાઇલ પી થઈ ગઈ હતી જેથી તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરાઇ રહી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન ભુપતભાઈ વિકાણી નામની ૩૫ વર્ષની મહિલાને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News