મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ જીવલેણ મારામારીના ગુનામાં જેલ હવાલે


SHARE









મોરબીમાં થયેલ જીવલેણ મારામારીના ગુનામાં જેલ હવાલે

મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે મારામારીમાં આઈપીસી કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) નો ગુનો નોંધાયો હતો.જે બનાવમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળા દ્વારા પારસ ઉર્ફે સુલતાન ગોરધનભાઈ વાઘેલા (ઉમર ૨૩) રહે.રફાળેશ્વર તા.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ મંજૂર થયા હોય રિમાન્ડ ઉપર રખાયો હતો.બાદમાં રીમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.
 
મહિલા સારવારમાં
હાલ મોરબી રહેતા અને મૂળ સાબરકાંઠાના ધાનપુર જિલ્લાના ઢુંઢર પાસે આવેલા મણીનગર વિસ્તારના રહેવાસી મોનિકાબેન દીપકભાઈ પંડ્યા (ઉમર ૩૧) નામની મહિલા પતિની પાછળના ભાગે બાઈકમાં બેસીને કામ ઉપર સાઈટ ઉપર જવા માટે નીકળ્યા હતા ત્યારે મોરબીની અવની ચોકડી પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા થતાં તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.
 
રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રીક્ષા ચલાવીને જઈ રહેલા અશોક શામજીભાઈ માલકીયા (ઉમર ૩૪) રહે.વાંકાનેર વાળાની રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલ અશોકભાઈ માલકીયાને સારવાર માટે ૧૦૮ વડે સિવિલે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા અકસ્માત બનાવની તપાસ કરવામાં આવી હતી.
 
ઊંચાઈએથી પડી જતા ઈજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સિવેન સીરામીક નામના યુનિટની અંદર કામ દરમિયાન વહેલી સવારે ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા છોટેલાલ શાહ નામના ૪૯ વર્ષીય આધેડને ઇજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.





Latest News