મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઇ: ૭૦ રૂપિયાનો પગારમાં વધારો


SHARE









મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઇ: ૭૦ રૂપિયાનો પગારમાં વધારો

મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની જુદીજુદી ચાર માંગણીઓ સાથે હડતાલ કરવામાં આવી હતી જે ચોથા દિવસે સમેટાઇ છે અને મોરબીના ધારાસભ્ય તેમજ ચીફ ઓફિસરની હાજરીમાં રોજમદાર સફાઈ કર્મચારીઓના પગારમાં ૭૦ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જો કે, સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન સરકાર લેવાલનો હોવાથી તે હાલમાં ઉકેલાયેલ નથી

મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ દ્વારા લઘુતમ વેતન ચૂકવો, આઈ કાર્ડ આપો, હટાવવામાં આવેલ કર્મચારીઓને પાછા લેવામાં આવે અને કાયમી કરવામાં આવે માંગણી સાથે હડતાલ શરૂ કરી હતી જો કે, તેના ચોથા દિવસે શુક્રવારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યની હાજરીમાં રોજમદાર સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગયેલ છે જેમાં પાલિકાએ રોજમદાર સફાઈ કર્મચારીઓની ત્રણ માગણીઓ સ્વીકારી લીધી છે જેમાં આઈ કાર્ડ આપવામાં આવશે, છૂટા કરાયેલા રોજમદાર સફાઈ કર્મચારીઓ પાછા લેવામાં આવશે અને તેના પગારમાં ૭૦ રૂપિયાનો વધારો કરીને હવે તેને પ્રતિદિનના ૪૭૪ જેટલો પગાર મળશે તેવું જણાવ્યુ છે જો કે, તેઓને કાયમી કરવાની માંગણી અહી લેવલે સંતોષી શકાય એમ નથી જેથી કરીને તે એક માંગણી સિવાયની માંગણીઓને સંતોષી લેવામાં આવતા આજે હડતાળને સમેટી લેવામાં આવેલ છે અને આગામી ગુરુવારે મોરબીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને હાલમાં જે પગાર વધારો આપવામાં આવેલ છે તેના લીધે મોરબી પાલિકા ઉપર મહિને લગભગ ૧૨ લાખ જેટલું ભારણ વધી જશે તેવું પણ તેમણે જણાવ્યુ છે




Latest News