મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે સેવા વીકની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે સેવા વીકની ઉજવણી કરાઇ

મોરબીમાં રહેતા લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ  ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલાના જન્મદિવસ નિમિતે લાયન્સ પરિવાર  મોરબી દ્વારા ખાસ સેવા વિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેત્રયજ્ઞ કેમ્પ, નાની વાવડી મુકામે માધ્યમિક સ્કૂલ અને કન્યાશાળાની દીકરીઓને  આરોગ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત ૨૦૦૦ સેનેટરી પેડનું  વિતરણ, સ્લમ વિસ્તારમાં ૨૫૦ થી  વધારે બાળકોને ભોજન, સંગાથ આશ્રમ રાસંગપર ખાતે વડીલોને ભોજન, રવાપર રોડ ખાતે ચાલી રહેલ ફી ટિફિન સેવામાં ડ્રાયફ્રુટ યુક્ત દૂધપાક, સંગાથ આશ્રમમાં સર્વરોગ નિદાન કેમ્પ બે દિવ્યાંગ લોકોને ટ્રાયશિકલ આપવામાં આવી હતી તેમજ મોરબીના નાની વાવડી ગામની ૧૪ વર્ષની દીકરી ધ્રુવીબેન ચોહાણનો જન્મ દિવસ હોય પોતાના જન્મદિવસે પોતાના વાળ કેન્સર પીડિત બેનોની વિગ બનાવવા હેર ડોનેશન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો ચક્ષુ પુનર્વસન કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે ૧૬૫ ભાઈઓ-બહેનોને દૂધપાક અને લાયન્સ સ્કૂલ નવલખી રોડ ખાતેના  ૩૫૦ બાળકોને યુનિફોર્મ વિતરણમ ઓમ શાંતિ વિદ્યાલય સરદાર બાગ ખાતે ચાઇલ્ડ હુડ કેન્સર અને સર્વરોગ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી મેઈનલાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગલાયન્સ કલબ ઓફ મોરબી સિટીલાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસલિયો ક્લબ ઓર મોરબી નજર બાગ રોયલલિયો કલબ ઓફ મોરબી સિટીનાં  બધા જ મેમ્બર હાજર રહ્યા હતા અને તન મન ધનથી સહયોગ આપ્યો હતો તેવું સેવા વીકના પ્રોજેકટ ચેરમેન તુષારભાઇ દફતરીએ જણાવેલ છે






Latest News