મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની બની રનર અપ


SHARE













મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ પાણીપત ચેમ્પિયન ટ્રોફીની બની રનર અપ

હરિયાણાના પાણીપતમાં ૧૭ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન આંતર રાજ્ય ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં યોજાઇ હતી જેમાં હરિયાણા ફાઈટરે ગુજરાતની ટીમને ૯ વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની આગેવાની હેઠળ હરિયાણા ગયેલી અંડર ૧૫ ટીમ તેની તમામ લીગ મેચો અને સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જેમાં દિલ્હીએ હિમાચલઉત્તર પ્રદેશ જેવી મજબૂત ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ઉતમ દેખાવ કર્યો હતો. અને ફાઇનલના અંતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં હરિયાણા સરકારના મંત્રી ખોખરે વિજેતા ટીમો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કર્યા હતાજેમાં મોરબીના પ્રિયાંશુ ત્રિવેદીને મોરબીના બેસ્ટ ઓલરાઉન્ડર, યોગ બરસારા અને ઉભરતા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ જયવીરસિંહ ઝાલાને બેસ્ટ ડિસિપ્લીન પ્લેયર અને યશ ગોધાણીને બેસ્ટ વિકેટ કીપરનું બિરુદ આપવામાં આવ્યું હતું.






Latest News