વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા જુદાજુદા બે ચેક રિટર્નના કેસ આરોપીઓને દંડ-સજા ફટકારતી કોર્ટ


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા જુદાજુદા બે ચેક રિટર્નના કેસ આરોપીઓને દંડ-સજા ફટકારતી કોર્ટ

મોરબીની કોર્ટમાં જુદાજુદા બે ચેક રિટર્નના કેસ ચાલી ગયા હતા જેમાં એક કેસમાં સીરામીકના માલની ઉધારમાં ખરીદી કરીને રકમ ચુકવવા આપેલ ચેક પરત ફર્યો હતો તેમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેકની બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે આવી જ રીતે લોન અપાવી દેવા લીધેલ રકમ પરત કરવા આપેલ ચેક બાઉન્સ થતાં કરેલ કેસમાં પણ બે આરોપીઓને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે

આ કેસની ટૂંક હકિકત એવી કે ફરીયાદી વીઝન સીરામીક પાસેથી સુરતના વેપારી ચીરાગકુમાર એન. વટાલીયા કે, જેને વીઝન સીરામીક પાસેથી ટાઈલ્સનો ઉધાર માલ ખરીદ કરેલ હતો તે માલની રકમ ચીરાગકુમાર એન. વટાલીયા ચુકવતા ન હતા જેથી કરીને ફરીયાદી દ્રારા તે માલની રકમ અવારનવાર માંગણી કરતા ચીરાગકુમાર એન. વટાલીયાએ માલની રકમ ચુકવવા પેટે ફરીયાદી વીઝન સીરામીકના નામનો ચેક આપેલ હતો જે ચેક બાઉન્સ થતા ફરીયાદીએ ચીરાગકુમાર એન. વટાલીયા તથા તેઓની પેઢી સામે નેગોશીયેબલ ઈસ્ટ.એકટની કલમ-૧૩૮ વિ. મુજબ ફરીયાદ દાખલ કરેલ જે કેસ નામદાર મોરબી કોર્ટમાં ચાલી જતાં ફરીયાદ પક્ષના એડવોકેટ ડી.આર. આદ્રોજા, ડી.વી. પારૈધી, અમીત વી.ડાભીની દલીલો તથા ફરીયાદ પક્ષે કરેલ રજુઆતો ધ્યાને લઈને નામદાર મો૨બી કોટ દ્રારા ચીરાગકુમાર એન. વટાલીયા ને એક(૧) વર્ષની કેદ સજા તથા ચેકની બમણી રકમનો દંડ નો હુકમ કરેલ.અમિત વી.ડાભી એડવોકેટ

તેમજ લોન અપાવી દેવા લીધેલ રકમ પરત કરવા આપેલ ચેક બાઉન્સ થતા આરોપીઓને સજા આપવામાં આવી હતી.જે કેસની ટુંક હકિક્ત એવી કે શિવાંસ માઈનકેમના નામથી ચાલતી કંપનીને લોનની જરૂરીયાત હોય તેથી જન લોન કેન્દ્ર તથા તેઓના ભાગીદારો શ્રીપાલભાઈ નીતીનભાઈ ખજુરીયા તથા રાજેશભાઈ રૂપારેલીયાએ લોન કરાવી આપવાનું જણાવ્યુ હતું અને શિવાંસ માઈનકેમના ભાગીદાર ભરતભાઈ ભગવાનજીભાઈ પાસેથી એક્વાન્સમાં રકમો મેળવેલ હોય પરંતુ લોન નહી કરાવી આપતા એક્વાન્સમાં લીધેલ રકમ પરત કરવા જન લોન કેન્દ્રના ભાગીદારો દ્વારા ચેક આપવામાં આવેલ હતો જે ચેક વસુલ થયા વીના પરત ફરતા શિવાંસ માઈનકેમના ભાગીદાર ભરતભાઈ ભગવાનજીભાઈ દ્વારા જન લોન કેન્દ્ર તથા તેના ભાગીદારી સામે મોરબીની કોર્ટમાં નેગોશીયેબલ ઈસ્ટ. એકટની કલમ-૧૩૮ વિ.મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદ પક્ષ તરફ રોકવેલ એડવોકેટ ડી.આર. આદ્રોજા, ડી.વી.પારેઘી, અમીત.વી. ડાભીની દલીલો અને રજુઆતો ધ્યાને લઈ મોરબીના મહે.એડી. સીવીલ જજ એન્ડ જયુડી.મેજી. દ્વારા જન લોન કેન્દ્રના ભાગીદારી શ્રીપાલભાઈ નીતીનભાઈ ખજુરીયા તથા રાજેશભાઈ રૂપારેલીયાને એક વર્ષની કેદની સજા તથા ચેકની ડબલ ૨કમ ૧૦,૦૦,૦૦૦ નો દંડ કરેલ છે






Latest News