ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કબીર ટેકરી પાસેથી આધેડનો મૃતદેહ મળ્યો


SHARE







મોરબીમાં કબીર ટેકરી પાસેથી આધેડનો મૃતદેહ મળ્યો

મોરબીની કબીર ટેકરી પાસેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની કબીર ટેકરી શેરી નં-૧ પાસેથી અંદાજે ૫૫ વર્ષના આધેડ જમીન પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને મૃતકના પરિવારજનને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

 મારામારીમાં ઇજા

મોરબીમા વાંકાનેર દરવાજા પાસે રહેતા અસલમ ગુલામઅખ્તર શાહમદાર (૨૦) નામના યુવાનને ત્રાજપર ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને કરતાં પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

 બાઇક સ્લીપ

મોરબીના વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં રહેતો વિવેક દિનેશભાઈ મકવાણા (૧૮) નામનો યુવાન ઘર પાસે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થતાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.






Latest News