મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ મંદિરે ઝાલા પરિવાર-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન


SHARE









મોરબીના શનાળા ગામે શક્તિ મંદિરે ઝાલા પરિવાર-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા ૩૫ માં વર્ષે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ છે

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. ૨૮ ને બુધવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે અજયસિંહ રણજીતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ શક્તિસિંહ ઝાલા અને જયદીપસિંહ જુવાનસિંહ ઝાલા બેસસે અને હવન-યજ્ઞાદિ સવારે ૮:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલશે જો કે, આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા, મુખ્ય મહેમાન તરીકે માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો.રુદ્રસિંહ ઝાલા, નિલેશ્વરીબા ગોહિલ, યોગાચાર્ય સ્વામી અક્ષયાનંદજી તેમજ શનાળાના મહંત નરોતમદાસ બાપુ હાજર રહેશે જેથી માતાજીના દર્શન અને હવનનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કે. ઝાલા, ઘનશ્યામસિંહ એસ. ઝાલા અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શકત શનાળા)એ જણાવ્યુ છે

ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આગામી શરદ પુનમ તા.૨૮-૧૦-૨૦૨૩ ને શનિવારના દીવસે પણ ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે તરધરી (માળીયા મી.) નિવાસી હાલ મોરબીના મનીષભાઈ કાંતીલાલ ભાઈ ભટ્ટનો દીકરો વૈભવકુમાર તથા તેના પત્ની જલપાબેન બેસવાના છે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવશે ત્યારે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે તમામ ભટ્ટ પરિવારના લોકોને ભટ્ટ પરિવાર ગ્રુપ તથા જીલ્લાનાં અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ (૯૩૨૭૪ ૯૯૧૮૫), બળવંતભાઈ વી. (૯૯૦૯૦૮૧૮૫૨) અને જે.પી.ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News