મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શરદપૂનમે રોયલ રાસોત્સવનું આયોજન


SHARE









મોરબીના રઘુવંશી સમાજ માટે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શરદપૂનમે રોયલ રાસોત્સવનું આયોજન

મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ-૨૦૨૩″ નું દાંડીયા વિથ ડીનરનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૮/૧૦ ને શનીવારે શરદપૂનમનાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા વિજય ચુડાસમા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા આર્જવ ત્રિવેદી (છેલ્લા દિવસ ફિલ્મ નો ધૂલો) અને ૩ એક્કા ફિલ્મની અભિનેત્રી તર્જની ભડલા કાર્યક્રમમાં આવી ચાર ચાંદ લગાવશે અને ડિનર સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે તથા રાત્રિનાં ૯:૩૦થી ગરબા શરૂ કરવામાં આવશે અને આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે આ કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ સફલ આર્ટ ગેલેરી (ઓમ શાંતી કોમ્પલેક્ષ, ત્રીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ), પુજારા ટેલિકોમ (સરદાર બાગ પાસે, શનાળા રોડ) કેમ્પસ એકસકલુઝિવ સ્ટોર્સ (વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, રવાપર રોડ), જય જલારામ ટ્રેડિંગ કું. (શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક) અને ભોજાણી સ્ટોર (પરા બજાર, મોરબી) ખાતેથી મેળવવાના રહેશે




Latest News