મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે ૩૧ મી સુધીમાં કરી શકશે અરજી


SHARE









વાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે ૩૧ મી સુધીમાં કરી શકશે અરજી

આગામી દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી-તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.૩૧-૧૦-૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી જરૂરી વિગતો ભરી વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી એ ૩(ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે.

આ ફોર્મમાં રૂપિયા ૭૦૦ નું સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું. સુચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો જેમાં જે-તે સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પ્રદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે. પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૨ (બે) ફોટા તથા આઈ.ડી. પ્રુફ જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, રેશનકાર્ડની નકલ, માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા-અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ રૂપિયા ૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર, નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ "ના વાંધા પ્રમાણપત્ર" (NOC).  ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર. સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર. ગત વર્ષ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે જોડવાની રહેશે. આગામી તા. ૩૧ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એ.એચ. શિરેસિયાની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ફાયરીંગ બટ પાસે પ્રવેશબંધી

રાજકોટ ગ્રામ્યના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી ૯ નવેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૯ નવેમ્બર સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.






Latest News