મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

અજબ પ્રેમ કી ગજબ કહાની: વાંકાનેરના જાલી ગામે પ્રેમસબંધમાં આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજા પ્રેમીએ કરી હત્યા


SHARE









અજબ પ્રેમ કી ગજબ કહાની: વાંકાનેરના જાલી ગામે પ્રેમસબંધમાં આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજા પ્રેમીએ કરી હત્યા

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો તે મહિલાને અન્ય એક શખ્સની સાથે પણ પ્રેમસંબંધ હોય મહિલાએ તેના બીજા પ્રેમીની વચ્ચે યુવાન આડ ખીલી રૂપ બનતા તે યુવાનને વાડીના ઝૂંપડામાં બોલાવીને ત્યાં ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ હાલમાં મહિલા સહિત બે સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી હોય માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા જાતે કોળી (૩૬)એ હાલમાં ધનજીભાઈ કાનાભાઈ માલકીયા અને અરુણાબેન મનુભાઈ ગોરીયા રહે. બંને જાલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા (૩૦)ને આરોપી અરુણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હતો અને અરુણાબેનને ધનજીભાઈ કાનાભાઈ માલકીયા સાથે પણ પ્રેમ સંબંધ હતો જેથી કરીને અરુણાબેન તથા ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડ ખીલી રૂપ બનતો હોય ધનજીભાઈ અને અરુણાબેનએ અગાઉથી કરેલા પ્લાન મુજબ અરુણાબેન ગોરીયાએ ફરિયાદીના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરાને જાલી ગામની સીમમાં આવેલ ભુપતભાઈ ઉકાભાઇ માલકીયાની વાડીએ ઝૂંપડામાં બોલાવ્યો હતો અને ત્યાં તેને ગળા ટૂંકો આપીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને ત્યાં બોલાવીને તારા ભાઈએ ઝેરી ડાબા પીધી છે તેવું કહીને હત્યના બનાવને આત્મહત્યમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ફોરેનસિકમાં યુવાનની હત્યા ગળાટુપો આપીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન પરણિત હતો અને તેને સંતનમાં એક દીકરો છે હાલમાં હત્યના આ બનાવના લીધે બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે 




Latest News