મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો પટેલ સમાજવાડી ખાતે યોજાયો


SHARE













વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો પટેલ સમાજવાડી ખાતે યોજાયો

તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપવામાં આવી હતી. સાથે સાથે શિયાળું પાકોની ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલુકા કક્ષાના મિલેટ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. વી. કે. ચૌહાણ દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તે માટેની પ્રેરણા તેમજ પ્રાકૃતિક કૃષિ અને યોજનાકીય માહિતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ- ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા સહિયારા પ્રયત્નો થકી સફળ બનાવવા મિલેટ મેળાનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારી હાજર રહ્યા હતા તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News