મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રાજપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતો યુવાન શનિવારે તેના પરિવારજનો સાથે મેઘપર ઝાલા ગામેથી મોરબીના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે શરદ પૂનમના દિવસે હવન અને સભામાં આવી રહ્યા હતા ત્યારે રાજપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા હરદેવસિંહ દિલુભ ઝાલા (૪) નામનો યુવાન પગપાળા ચાલીને શનિવારે શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવનમાં આવી રહ્યા હતા ત્યારે રાજપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરા યોગીરાજસિંહ હરદેવસિંહ ઝાલા જાતે દરબાર (૧૯)ની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં ફરિયાદીના કહેવા મુજબ તે પોતાના માતા-પિતા અને ત્રણ બહેનો સહિતના લોકો મેઘપર ઝાલા ગામથી શરદ પૂનમના દિવસે શક્તિ માતાજીના મંદિરે હવન હોય છે ત્યાં આવવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં સર્જાયેલા અકસ્માતમાં ફરિયાદીના પિતા હરદેવસિંહ ઝાલાનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News