મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ


SHARE









વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનનો પ્લોટ વેચવા બાબતે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ માથાકૂટ, ઝઘડો અને મારામારી થઈ હતી જેમાં બંને પક્ષીથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક રાતીદેવરી ગામે રહેતા ગોરધનભાઈ સામાભાઈ વોરા જાતે અનુ. જાતિ (૮૦)એ હાલમાં હરેશભાઈ પરસોત્તમભાઈ વોરા, વિજય પરસોત્તમભાઈ વોરા અને પરસોતમભાઈ સામાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી હરેશભાઈએ તેને કહ્યું હતું કે “અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે વૃદ્ધને જમણા હાથે અને ડાબા પગે માર મારીને ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ વિજયભાઈએ હાથમાં રહેલ ધારીયા વડે વૃદ્ધને વાંસા અને છાતીના ભાગે માર મારીને ઇજા કરેલ છે તેમજ પરસોતમભાઈએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદી વૃદ્ધને માથામાં માર મારીને ઈજા કરી હતી જેથી કરીને વૃદ્ધે સારવાર દીધા બાદ હાલમાં ત્રણેય વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો સામાપક્ષેથી આ બનાવમાં પરસોતમભાઈ સામાભાઈ વોરા (૬૯)એ હાલમાં પ્રેમજીભાઈ દેહાભાઇ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા, ગોરધનભાઈ સામાભાઈ વોરા અને મનહરભાઈ દેહાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ  છે કે, પ્રેમજીભાઈ વોરાએ કહ્યું હતું કે “અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ તમારે વેચી નાખવો છે તે અમે વેચવા નહીં દઈએ” તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા રમેશભાઈએ તેના હાથમાં રહેલ લાકડી ફરિયાદીને જમણા પગમાં મારીને માર માર્યો હતો તેમજ હરેશભાઈને લાકડી વડે ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો અને ગોરધનભાઈ તથા મનહરભાઈએ શરીરે મુંઢ માર મારીને ઇજા કરી હતી જેથી મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News