મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે ઉલ્ટી-ચક્કર આવતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE









ટંકારાના ટોળ ગામે ઉલ્ટી-ચક્કર આવતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા મહિલાને પોતાના ઘરે હતા ત્યારે ઉલ્ટી અને ચક્કર આવવા લાગ્યા હતા અને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હોસ્પિટલે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા મહેશભાઈ ઠાકરશીભાઈ બાબરીયા જાતે કોળી (ઉમર ૩૬) ના પત્ની કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉમર ૩૫) પોતાના ઘરે હતા ત્યારે તેઓને ઉલટી થતા અને ચક્કર આવતા હતા તેમજ પેટમાં દુખાવો થતો હતો જેથી કરીને વાંકાનેરમાં આવેલ હોસ્પિટલ ખાતે તેણીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું.જેથી કરીને મહેશભાઈ બાબરીયા દ્વારા આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હળવદના વાળી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારના શોભનાબેન રામસિંગભાઈ હિંમતભાઈ ધાનક નામની ૨૫ વર્ષની મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેણીને સારવાર માટે મંગલમ હોસ્પિટલએ લાવવામાં આવી હતી.

આધેડ મહિલા સારવારમાં

રાજકોટના દૂધસાગર રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કુંવરબેન કરમશીભાઈ મકવાણા નામના ૫૮ વર્ષીય મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિરાટ પાવભાજી પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

આરોપીની ધરપકડ

મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા રાઇટર વિજયભાઈ દ્વારા વાહન અકસ્માતના ગુનામાં વાહન ચાલક મેહુલ અમુભાઈ પરમાર (ઉમર ૨૦) રહે.લાયન્સનગર કનૈયા પાનવાળી શેરી મૂળ આમરણ વાળાની ધરપકડ કરી હતી.

 મારામારીમાં ઈજા 

મોરબી સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અનુબેન વિઠ્ઠલભાઈ દેવીપુજક નામની ૫૦ વર્ષીય મહિલાને મોરબીની મચ્છીપીઠ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની કબીર ટેકરી પાસે રહેતા મોહસીન મહમ્મદ ખુરેશી નામના ૨૬ વર્ષના યુવાનને ઠાકર લૉજ નજીક મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.




Latest News