મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સાયક ચાલક વૃદ્ધને હડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલક પકડાયો


SHARE













મોરબીના લખધીરપુર રોડે સાયક ચાલક વૃદ્ધને હડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલક પકડાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી સાયકલ લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાયકલને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને વૃદ્ધને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું.અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હતો. જેથી ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં આરોપી ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના લાલપર ગામે રામજી મંદિર પાસે રહેતા ભીખુભાઈ ઉર્ફે ભાવિનભાઈ રમેશભાઈ પીશાવાડીયા જાતે સુથાર (૨૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૨ એઝેડ ૯૪૨૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષની સામેથી તેઓના પિતા રમેશભાઈ જેઠાભાઈ પીસાવાડીયા (ઉંમર ૭૫) સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલાકે તેઓની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ જેમા ફરિયાદીના પિતા રમેશભાઈને માથા, મોઢા અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજયુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.જી.જેઠવા ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા ઉપરોક્ત અકસ્માત બનાવ સર્જનાર ડમ્પર ચાલક વિપુલ જેસંગ બોરીચા (ઉમર ૩૬) રહે.બહાદુરગઢ વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં બે લોકોને ઈજા

મોરબીના કૃષ્ણનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા સતિષભાઈ અને સહદેવભાઈને ઈજાઓ થતા બંનેને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓના વાહન સાથે અન્ય કોઈ વાહન અથડાતા બનેલ અકસ્માત બનાવમાં બંનેને ઈજા પહોંચી હતી.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના રંગપર ગામે દલસુખભાઈની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતો સુનિલ અમરશીભાઈ માનકર નામનો ૨૬ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી ગયો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બનાવ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાયેલ છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા ભુતનભાઇ જીતાભાઈ મેડા નામના ૩૦ વર્ષના યુવાનને કામ દરમિયાન વાડીમાં સાપ કરડી ગયો હતો જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News