મોરબીના મહેન્દ્રનગર ગામે થયેલ મારમારીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે થયેલ મારમારીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી અને મારમારી થઈ હતી અને બાદમાં સામસામે ફરિયાદો નોંધવામાં આવી હતી જે ગુનામાં હાલમાં મોરબી તાલુકા પોલીસે વધુ એક મહિલા આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં છ વ્યક્તિઓને જે તે સમયે ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને પછી સામસામી ફરિયાદો કરવામાં આવી હતી જેમાં રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) રહે. મહેન્દ્રનગર આઇટીઆઇની સામે વાળાઓએ નવીન મીઠાભાઈ મકવાણા અને તેના પત્ની સવિતાબેન નવીનભાઈ મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ નવીન મીઠાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સવિતાબેન નવીનભાઈ મકવાણા રહે. મહેન્દ્રનગર વાળાની મારમારીના ગુનામાં ધરપકડ કરેલ છે
છરી સાથે પકડાયા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ફેઝલ ફિરોજભાઈ સેડાત (૨૧) રહે વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨, તોશિબ મહેબૂબ બ્લોચ જાતે સંધિ (૨૫) રહે મકરાણીવાસ, આરીફ ઈકબાલભાઈ ચાનીયા (૨૮) રહે કાલિકા પ્લોટ નર્મદા હૉલ પાસે, અસલમ સલિમભાઈ ચાનીયા (૩૭) રહે કાલિકા પ્લોટ વાળાને છરી સાથે પકડ્યા છે આવી જ રીતે સિપાઈવાસ પાસેથી હુસેન ઉર્ફે ઢીંગલી યુસુબભાઇ બેલીમ (૨૧) રહે સિપાઈવાસ મતવા ચોક વાળાને છરી સાથે ઝડપી લીધે છે