મોરબીના મહેન્દ્રનગર ગામે થયેલ મારમારીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ
મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ
મોરબીના માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આજે વહેલી સવારના ટ્રકચાલકે રોડક્રોસ કરી રહેલી યુવતીને હડફેટે લીધી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવતીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલી રામદેવ હોટલ નજીક આજે તા.૨-૧૦ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રકના ચાલકે મંજુબેન ધનાભાઈ સોલંકી નામની ૧૭ વર્ષીય યુવતીને હડફેટે લેતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલ મંજુબેન સોલંકી નામની યુવતીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ટ્રક પલ્ટી જતા એકને ઈજા
મોરબી નજીક ટીંબડી ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને અમૃતભાઈ હરજીભાઈ ચૌધરી (ઉમર ૪૪) નામના રાજસ્થાના રહેવાસી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આધેડનું મોત
મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલ મોરબીના સનફેમ સિરામિક રંગપર (બેલા) નજીક જેતપર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતા સામજીભાઈ લાલજીભાઈ ચાવડા (ઉમર ૫૦) નામના આધેડને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તપાસ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરીને તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી જેના પગલે બીટ જમાદાર આર.બી.વ્યાસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે સામજીભાઇ ચાવડાનું હાર્ટ એટેકને લીધે મોત નિપજેલ છે.