મોરબીના લક્ષ્મીનગર ગામે ટ્રક હડફેટે ચડી ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ
વાંકાનેરના માટેલમાં પત્ની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શ્ખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના માટેલમાં પત્ની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શ્ખ્સોએ માર માર્યો
વાંકાનેરમાં માટેલ ગ્રામ પંચાયત પાસે યુવાનની પત્ની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે શ્ખ્સોએ યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માટેલ શીતળાધાર વિસ્તારમાં રહેતા દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયા જાતે કોળી (ઉ.૩૨)એ હાલમાં અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ અને શક્તિ ઉર્ફે સતીષ અશોકભાઇ ચૌહાણ રહે. બંને માટેલ વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદની પત્નિ સાથે આરોપી શક્તિને અગાઉ ઝઘડો થયેલ હતો જેનું મનદુઃખ રાખી આ કામના આરોપીઓએ ફરીયાદી યુવાનને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે શક્તિએ લોખંડના પાઇપ વડે ફરીયાદીને જમણા પગમાં નળાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી હાલમાં પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
યુવાનની લાશ મળી
લાલપર રાધે હોટલની પાછળ ગોડાઉન પાસે યુવાની લાશ હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસને આપવામાં આવી હતી અને મૃતક રમેશભાઇ જાલમસીંગ ગુંદેલા (ઉ.૪૫) રહે. ત્રાજપર મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ એ.એસ.આઇ. જે.પી. કણસાગરા કરી રહ્યા છે