વાંકાનેરના માટેલમાં પત્ની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શ્ખ્સોએ માર માર્યો
મોરબીના મંગલ ભૂવન ગરબીચોક તથા ત્રિકોણબાગમાંથી ચોરાયેલ બે બાઈક સાથે બે ઇસમોને થાનગઢ પોલીસે દબોચ્યા
SHARE
મોરબીના મંગલ ભૂવન ગરબીચોક તથા ત્રિકોણબાગમાંથી ચોરાયેલ બે બાઈક સાથે બે ઇસમોને થાનગઢ પોલીસે દબોચ્યા
મોરબીના ગેસ્ટહાઉસ રોડના ખૂણે આવેલા ત્રિકોણબાગ પાસેથી તેમજ ગેસ્ટ હાઉસ રોડ પાસે જ આવેલ મંગલભુવન ગરબીચોક પાસેથી એમ જુદીજુદી બે જગ્યાઓએથી બે બાઇકની ચોરી થઈ હતી.જે અંગે મોરબી પોલીસ તપાસ ચલાવી રહી હતી.તે દરમિયાનમાં થાનગઢ પોલીસે બે ઈસમોને મોરબીના બે ચોરાઉ બાઇક સાથે પકડી પાડયા હતા અને બનાવ અંગે મોરબી પોલીસને જાણ કરતાં મોરબી પોલીસ સ્ટાફે બે ચોરાઉ બાઇક સાથે બે તસ્કરોનો કબ્જો મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીની સબ જેલ સામે વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ધીરૂભાઈ મકવાણા નામના ૩૩ વર્ષીય યુવાને તેનું હીરોહોન્ડા બાઇક નંબર જીજે ૩૬ એમ ૫૪૩૨ ગત તા.૧૧-૭ ના રોજ સાંજના ૪ થી ૮ દરમ્યાન મોરબીના મંગલભુવન ગરબી ચોક પાસે આવેલ યુનિયન બેંકના પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કર્યુ હતુ તે દરમ્યાનમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમનું રૂા.૨૫ હજારની કિંમતનું બાઈક ચોરી જતા ભોગ બનેલા નરેન્દ્રભાઈ મકવાણાએ જેતે સમયે જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જોકે જેતે સમયે પોલીસે બનાવ અંગે ચોરીના ફરિયાદ નોંધી ન હતી પણ કાચી નોંધ કરીને બનાવની તપાસ શરૂ કરી હતી અને પોણા ત્રણ મહિને ગઇકાલે ઉપરોકત બાઇક ચોરીની ફરીયાદ નોંધાવા પામેલ છે.
તેમજ મોરબીના ગેસ્ટ હાઉસ રોડના ખુણા પાસે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગ સ્ટેન્ડમાં મહિપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા (ઉમર ૨૩) રહે.સાપર વાળાએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ક્યુ ૩૮૯૬ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની પણ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો જેથી કરીને મહીપાલસિંહે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનું રૂા.પચાસ હજારની કિંમતનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
ઉપરોક્ત બંને બાઈક ચોરી અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી હતી તે દરમિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટાફે બે શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સોને દબોચ્યા હતા અને બે ઈસમો પાસેથી બાઇક નંબર જીજે ૩૬ કયુ ૩૮૯૬ તેમજ જીજે ૩૬ એમ ૫૪૩૨ મળી આવતા થાનગઢ પોલીસે બાઇક સાથે વિકાસ ભરત રાવળદેવ (૨૮) રહે.થાનગઢ રૂપાવટી રોડ રામધણીના નેસડામાં તા.થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળાને તેમજ ગૌતમ ઉર્ફે ગવો ટપુ ડાભી જાતે સથવારા (૨૦) હાલ રહે.પ્રિયા ગોલ્ડ સીરામીક નેશનલ હાઇવે લાલપર મોરબી-૨ મુળ રહે.રૂપાવટી રોડ દલવાડીનગર થાનગઢ(સુરેન્દ્રનગર) વાળાને દબોચ્યા હતા અને તેઓ બંને પાસે રહેલ બાઈક અંગે આકરી પૂછપરછ કરી બાઇકના કાગળ માંગતાં બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા અને બંનેએ ઉપરોક્ત બાઈક મોરબીમાંથી ચોરી કર્યા હોવાની કેફિયત આપતા થાનગઢ પોલીસે મોરબી પોલીસને જાણ કરી હતી.
જેથી કરીને પીઆઇ સોનારાની સુચનાથી બીટ જમાદાર એમ.જી.વાળા સહિતના સ્ટાફે થાનગઢ જઈને વિકાસ રાવળદેવ અને ગૌતમ ડાભી નામમા બંને ચોર ઈસમો તથા ચોરીમાં ગયેલ મોરબીના બંને બાઇકોનો કબ્જો સંભાળીને આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોકત બે બાઇક ચોરીના બનાવમાં સંડોવાયેલા બંને ઇસમો અન્ય કોઇ ચોરીમાં પણ સંડોવાયેલા છેકે કેમ..? તેમજ મોરબી પંથકમાંથી બંનેએ અન્ય કોઇ બાઇકોની પણ ચોરી કરી છે કે કેમ..? તે દિશામાં મોરબી સીટી એ ડિવિજન પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.