મોરબીના મંગલ ભૂવન ગરબીચોક તથા ત્રિકોણબાગમાંથી ચોરાયેલ બે બાઈક સાથે બે ઇસમોને થાનગઢ પોલીસે દબોચ્યા
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે
SHARE
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે
મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કાલે રવિવારે જીલ્લા શિબિરનું મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિ મંદિર ખાતે કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યૂ છે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અનેક વિધ સમાજ ઉપયોગી કામ કરે છે ત્યારે છેલ્લા વર્ષ દરમ્યાન કરાયેલ કામોની સમીક્ષા અને નવા વર્ષના કામોના આયોજન માટે જીલ્લા કક્ષાની કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ને રવિવારે સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રીમંદિર ખાતે મોરબી જીલ્લા કક્ષાની શિબિર યોજાશે