મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે
વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો
SHARE
વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો
વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા માલધારીના ઢોરને તગડતા માલધારીને સારું લાગ્યું ન હતુ જેથી કરીને તેને મહિલા અને તેની દીકરીને લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલી મહિલાએ હાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રૂકશાનાબેન યુસુફભાઈ શેખ (૩૭) એ હાલમાં સાદુરભાઈ કુંભાભાઈ ભરવાડ, મંગાભાઈ પરબતભાઇ, જશુબેન અને ભરતભાઈ જીવણભાઈની સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેને જણાવ્યુ છે કે, ભરતભાઈ તેઓના ઘર પાસેથી ઢોર લઈને જતાં હતા ત્યારે પાડોશી કંકુબેનની દીકરી જાનું શેરીમાં રમતી હતી અને તેને ગાયને તગડતા ભરતભાઈને સારું નહીં લાગતાં તેણે ગાળો બોલવાની શરૂ કરી હતી અને ભરતભાઈને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયા હતા અને ભરતભાઈએ તેના હાથમાં રહેલી લાકડી ફરિયાદી અને તેની દીકરી સુગરાને મારી હતી અને અન્ય આરોપીઓએ ગાળો બોલીને જાનથી મારી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહિલાની ફરિયાદ લઈને પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી