મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ


SHARE









માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ

માળીયા (મી) તાલુકાનાં શ્રી મોટા દહીંસરા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડનો વય નિવૃત્તિ સન્માન સમારોહ નવલખી રોડે આવેલ સનાતન હોટેલ ખાતે ડૉ. શર્મિલાબેન હૂંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં માળિયા  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હૂંબલ, માળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ તથા મોટા દહીંસરા તાલુકા શાળાના તમામ આચાર્યઓ તથા શિક્ષક ભાઈઓ અને બહેનો સહિતના હાજર રહયા હતા અને અધિકારીઓએ તેમજ પદાધિકારીઓએ વિનુભાઈ રાઠોડને પુષ્પગુચ્છ, શાલ,શ્રીફળ પડો તથા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતું અને તેઓના ઉમદા વ્યક્તિત્વ તથા કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી આ તકે ડૉ. શર્મિલાબેન હૂંબલ, ઘનશ્યામ ભાઈ દેથરિયા તથા દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન માનસેતા કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News