મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા ૫ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહમાં મોરબી શહેરમાં રહેતા અને ગુજરાતી તેમજ અંગ્રેજી મધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે જેથી મોરબીમાં રહેતા પરિવારના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોને કાર્યક્રમમાં આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ ના અધ્યક્ષ તેમજ પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા અને પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આગામી તા ૫ ને રવિવારના રોજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ તેજસ્વિતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ તરીકે સાંસદ રામભાઇ મોકરિયા, મુખ્ય મહેમાન તરીકે નીલંબરીબેન દવે અને કલેક્ટર જી.ટી. પંડ્યા હાજર રહેશે તે ઉપરાંત અનિલભાઈ મહેતા. ભૂપતભાઈ પંડ્યા, કે.સી. દવે અને એચ.એલ. અજાણી હાજર રહેવાના છે આ કાર્યક્રમ બપોરે ચાર વાગ્યાથી શરૂ થશે કેજીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના અભ્યાસમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે તેમજ માર્ક શીટ આપેલ હશે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી અને મહામંત્રી અમૂલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા, મિલેશભાઇ જોશી અને કમલભાઇ દવે સહિતની તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News